થાક્યો તે સુખપાળ બેસી સુખ પામે,
તેમ ચાહંતાં મિત્ત મિલતાં હિત જામે. ૪
તાહરે ચરણે નાથ હેજે વળગ્યો છું,
કદીય મ દેજો છેહ નહિ હું અળગો છું;
શ્રી સદ્ગુરુ જ્ઞાની પ્રભુજી ઉપગારી,
સેવક નમે તુમ પાય થાયે શિવગામી. ૫
❐
શ્રી સીમંધર જિનેશ્વર – સ્તવન
(પદ્મપ્રભુ ગુણનિધિરે લાલ — એ દેશી)
સીમંધર જિનેશ્વર જાણજો રે લાલ,
મુજ મનનો અભિપ્રાય રે...જિનેશ્વર મોરા;
તું આતમ અલવેસરૂ રે લાલ,
રખે તુજ વિરહો થાય રે....જિનેશ્વર મોરા;
તુજ વિરહો કેમ વેઠીએ રે લાલ.....૧
તુજ વિરહો દુઃખદાય રે જિને૦
તુજ વિરહો ન ખમાય રે જિને૦
ખીણ વરસાંસો થાય રે જિને૦
વિરહો મ્હોટી બલાય રે જિને૦
તુજ વિરહો કેમ વેઠીયે રે લાલ....૨
તાહરી પાસે આવવું રે લાલ,
પહેલાં ન આવે તું દાય રે...જિનેશ્વર મોરા;
સ્તવન મંજરી ][ ૨૬૧