ભેટ્યાથી શું થાયે મોરા સજન જો;
ભવભવનાં પાતિકડાં અળગાં મેટીયે રે લોલ. ૧
જય જગનાયક શિવસુખદાયક દેવ જો,
લાયક રે તુજ સરીખો જગમાં કો નહીં રે લોલ. ૨
પરમ નિરંજન નિર્જિત તું ભગવંત જો,
પાવન રે પરમાતમ શ્રવણે સાંભળ્યો રે લોલ. ૩
પામી હવે મેં તુજ શાસન પરતીત જો,
ધ્યાને રે એક તાને પ્રભુ આવી મળ્યો રે લોલ. ૪
શ્રી ગુરુરાજ પ્રતાપે દેખ્યો દેદાર જો,
અહનિશ રે દિલ ધ્યાન વશે જગદીશનું રે લોલ. ૫
❐
શ્રી શાન્તિ જિન – સ્તવન
(દીઠી હો પ્રભુ દીઠી – રાગ)
સાહિબ હો તુમ્હે સાહિબ શાંતિ જિણંદ,
સાંભળો હો પ્રભુ સાંભળો વિનતી માહરીજી;
મનડું હો પ્રભુ મનડું રહ્યું તુજ પાસ,
સુરતિ હો પ્રભુ સુરતિ દેખી તાહરીજી. ૧
આશા હો પ્રભુ આશા મેરુ સમાન,
મનમાં હો પ્રભુ મનમાં હુતી મુજ અતિ ઘણીજી;
પૂરણ હો પ્રભુ પૂરણ થઈ અમ આશ,
મૂરતિ હો પ્રભુ મૂરતિ દીઠે તુમ તણીજી. ૨
૨૮૮ ][ શ્રી જિનેન્દ્ર