શ્રી ચંદ્રપ્રભ જિન – સ્તવન
જિનજી ચંદ્રપ્રભુ અવધારો કે, નાથ નિહાળજો રે લો,
બમણી બિરૂદ ગરીબ નિવાજ કે, વાચા પાળજો રે લો;
હરખે હું તુમ શરણે આવ્યો કે, મુજને રાખજો રે લો,
આકરા ચાર કષાય જે કુડા કે, તેહ દૂરે નાખજો રે લો. ૧
પ્રભુજી ગુણ તણો વિકાશ કે, રૂડો થાપજો રે લો,
મોહન મહેર કરીને દરશણ, મુજને આપજો રે લો;
તારક તુજ પાલવ મેં ઝાલ્યો કે, હવે મુને તારજો રે લો,
અસ્થિર પ્રણતી થઈ છે કેડે કે, તેહને વારજો રે લો. ૨
સુસ્થિર સુજ્ઞાન સોહાગી સારૂં કે, રૂડું છે ઘણું રે લો,
તાતજી તે વિણુ જીવે ચૌદ ભુવન, કર્યું આંગણું રે લો;
લખ ગુણ લખમણા રાણીએ જાયો કે, મુજ મન આવજો રે લો,
અનુભવ અનોપમ અમૃત મીઠો કે, સુખડી લાવજ્યો રે લો. ૩
દીપતી દોઢસો ધનુષ પ્રમાણ કે, પ્રભુજીની દેહડી રે લો,
દેવની દશ પૂરવ લખ માન કે, આઉખું વેલડી રે લો;
નિરગુણ નીરાગી પણ હું રાગી કે, મન માંહે રહો રે લો,
શ્રી સદ્ગુરુ જ્ઞાની પસાય કે, આતમા સુખ લહ્યો રે લો. ૪
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(હાંરે મારે ધર્મ જિણંદશું લાગી પૂરણ પ્રીતજો – રાગ)
સત્યવતીનંદન જગઆનંદન દેવજો,
નેહેરે નવરંગે નિતનિત ભેટીયે રે લોલ;
સ્તવન મંજરી ][ ૨૮૭