અષ્ટ પ્રકારી આ પૂજા રચાવી,
આઠે કરમ કરો દૂરરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦ ૬
અનંત ગુણાકર, જિનવરની પૂજના,
આનંદ મંગળ થાયરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦ ૭
❐
શ્રી સીમંધરનાથ જિન – સ્તવન
(લલના – રાગ)
પાસે સીમંધરજી રાખીએ, સેવક ચિત્તમાં આણી; સલુણા,
જિમ હું અંતર ચિત્તની; વાત કહું ગુણખાણી. સલુણા.
પાસે૦ ૧
કરુણાવિલાસી તુમ્હે અછો, કરુણાસાગર કૃપાલ; સલુણા.
કરુણારસ સરોવરે, પ્રભુ તું છે મરાલ૧ સલુણા.
પાસે૦ ૨
અપરાધી જો સેવક ઘણો, તોપણ નવિ છંડાય, સલુણા.
જિમ વિદ્યુત૨ અગ્નિ સમી, નવિ છંડે મેઘરાય. સલુણા.
પાસે૦ ૩
તે માટે છાંડતાં થકાં, શોભશો કિમ મહારાય; સલુણા.
બાંહ્ય ગ્રહ્યાની લાજ છે, ઘણું શું તમને કહાય. સલુણા.
પાસે૦ ૪
તું છંડે પણ નવિ છંડું, હું તુજને મહારાય, સલુણા.
તુમ ચરણે દાસ આવીયો, પ્રેમે પૂજું તુજ પાય. સલુણા.
પાસે૦ ૫
૧. હંસ.૨. વીજળી.
૨૮૬ ][ શ્રી જિનેન્દ્ર