ત્રીશ વર્ષ પ્રભુ દિવ્યધ્વનિનો અપૂર્વ છૂટ્યો ધોધ રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
ધ્વનિ સુણીને ભવ્ય જીવોના હૃદયપટ પલટાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
વીરના વારસ કહાન ગુરુજી વર્તાવે જય જયકાર રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
❐
શ્રી જિન પૂજના
વ્હાલી લાગે છે મને જિનની સુપૂજના,
આપે આનંદ અપારરે, જિનવર કેરી સુપૂજના. (ટેક)
નિર્મળ ભાવે જિન ન્હવરાવતાં,
વિમળ જીવન ધારરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦ ૧
શમરસ ચંદને, ભક્તિનાં ફૂલડે,
પૂજા રચાવું ઉદારરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦ ૨
સુધર્મધ્યાન ધૂપે, જ્ઞાન પ્રદીપે,
પરભાવ તિમીરને વારરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦ ૩
ક્ષમા અક્ષતનો, સ્વસ્તિક વિરચી,
અવિનાશી કલ્યાણ થાયરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦ ૪
અંતરંગ ઉછરંગ નિવેદ ધરૂં,
ધરજો સુભાવફળ ભારરે, જિનવર કેરી સુપૂજના વ્હા૦ ૫
સ્તવન મંજરી ][ ૨૮૫