સાક્ષાત્ સુરમણિ સુરતરુ નાથ કે,
ફળિઓ સત્ગુરુ રે લોલ. ૧૭
કઈ વિધિ પૂજું કઈ વિધ વંદું નાથ કે,
ગુરુ મહિમા અપાર છે રે લોલ. ૧૮
❐
શ્રી વીર જિન – સ્તવન
વીર પ્રભુજી મોક્ષ પધાર્યા ગૌતમ કેવળજ્ઞાન રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
દેવ દેવેન્દ્ર મહોત્સવ કરે જ્યાં દિન દિવાળી ઉજવાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
શૈલેશીકરણે ચડ્યા પ્રભુજી અયોગીપદ ધર્યું આજ રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
સર્વે કર્મનો ક્ષય કરીને સિદ્ધપદ પ્રાપ્ત થાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
પાવાપુરી સિદ્ધક્ષેત્ર પ્રભુજી સમશ્રેણી કહેવાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
નિર્વાણકલ્યાણક સુરપતિ ઊજવે સ્વર્ગેથી ઉતરી આજ રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
અખંડાનંદ સ્વરૂપ પ્રગટાવી પહોંચ્યા શિવપુર ધામ રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
દેવ દુંદુભિ વાજીંત્ર વાગે નિર્વાણ મહોત્સવ થાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે.
૨૮૪ ][ શ્રી જિનેન્દ્ર