અસલી સ્વરૂપનું આપ્યું જ્ઞાન કે,
ન્યાલ સેવકને કર્યો રે લોલ. ૭
આવો પુરુષ આ કાળે અજોડ કે,
દુર્લભતા સત્ તણી રે લોલ. ૮
પ્રભુ નોતા કેવળી સંતના જોગ કે,
એકાકી સત્ શોધિયું રે લોલ. ૯
પ્રભુ મતમતાંતરના મોટા ભેદ કે,
વચ્ચેથી સાર કાઢીયો રે લોલ. ૧૦
સુરલોકે ઇન્દ્રો ગાય છે ગીત કે;
ભરતના આ ભૂપના રે લોલ. ૧૧
ભરતમાં વર્તી રહ્યો છે જયકાર કે,
મહિમા કહાનગુરુ તણો રે લોલ. ૧૨
પ્રભુ પામરને કર્યો ઉપકાર અમાપ કે,
અમૃત રેડીયાં રે લોલ. ૧૩
આ શરીરની શીવડાવું ખોળ કે,
બદલો નવી વળે રે લોલ. ૧૪
ઝાઝું શું કહીએ કૃપાનાથ કે,
દાસ હું આપનો રે લોલ. ૧૫
પ્રભુ અતિ અતિ દીજીએ આત્મતણો લાભ કે,
કૃપા વરસાવીને રે લોલ. ૧૬
સ્તવન મંજરી ][ ૨૮૩