પ્રભુ સીમંધર જિનરાયા રે, માતા સત્યવતીના જાયા રે;
અમને દરિશણ દોને દયાળા.....આવો.....આવો૦ ૭
ગુરુરાજ પ્રતાપે પ્રભુ મળિયા રે, મારા ગુરુજી છે ગુણના દરિયા રે;
જ્ઞાન-દર્શનાદિક ગુણથી ભરિયા.....આવો.......આવો૦ ૮
હું તો લળી લળી લાગું છું પાય રે, મારા ઉરમાં તે હરખ ન માય રે;
એમ ભક્ત ભાવેથી ગુણ ગાય........આવો......આવો૦ ૯
❐
શ્રી ગુરુરાજ – મહિમા
શ્રી સદ્ગુરુજી મહિમા અપાર કે,
હું શું કથી શકું રે લોલ. ૧
તેમના ગુણ છે અપરંપાર કે,
અચિંત્ય આત્મ ઝળકી રહ્યો રે લોલ. ૨
અદ્ભુત જ્ઞાન ખજાનો અપાર કે,
ચરણાદિક શોભી રહ્યા રે લોલ. ૩
ખીલેલ આતમશક્તિ અપાર કે,
ચૈતન્ય તેજ દીપી કહ્યું રે લોલ. ૪
સમયસારઆદિમાંથી કાઢેલ માવો કે,
ખવડાવ્યો ખંતથી રે લોલ. ૫
પીંખી પીંખી અને સમજાવ્યું,
રહસ્ય હૃદયનું રે લોલ. ૬
૨૮૨ ][ શ્રી જિનેન્દ્ર