શ્રી દેવ અને ગુરુરાજ મારે ઘેર આવો રે,
હું અંતરના ઉછરંગે પ્રભુજી વધાવું રે. આવો. ૯
❐
શ્રી સીમંધરનાથ જિન – સ્તવન
(આવો આવો પાસજી મુને મળિયારે – રાગ)
આવો આવો સીમંધર પ્રભુ મળિયા રે,
મારા મનના મનોરથ ફળિયા; આવો......આવો.......
મારા આંગણા આજ ઉજળિયા, આવો......આવો........
મારા અંતર આજ ઉછળિયા, આવો........આવો.......
મારા કાર્ય સરવે સુધરિયા.......આવો.........આવો૦ ૧
તારી મૂર્તિ મોહનગારી રે, સર્વ ભક્તને લાગે છે પ્યારી રે;
તમને મોહી રહ્યા સુરનરનારી.........આવો......આવો૦ ૨
અલબેલી મૂરત પ્રભુ તારી રે, તારા મુખડા ઉપર જાવું વારી રે,
ભવ્ય જીવોને લીધા ઉગારી......આવો......આવો૦ ૩
ધન્ય ધન્ય દેવાધિદેવારે, સુરલોક કરે છે સેવા રે;
અમને આપોને શિવપુર મેવા......આવો.......આવો૦ ૪
જે કોઈ સીમંધર તણા ગુણ ગાશે રે ભવ ભવના પાતિક જાશે રે;
તેના સમકિત નિર્મળ થાશે........આવો.......આવો૦ ૫
તમે શિવરમણીના રસિયા રે, મહાવિદેહ ક્ષેત્રમાં વસિયા રે;
મારા હૃદય કમળમાં વસિયા....આવો.......આવો૦ ૬
સ્તવન મંજરી ][ ૨૮૧