પ્રભુ દાસ બીજું નવ માગે, એક આતમ ઇચ્છું તુમ સાખે;
એવી અંતરની ઊંડી અભિલાષે, કે તેડા મોકલે. ૭
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(આવો આવો ત્રિશલાના નંદ અમ ઘેર આવો રે – રાગ)
આવો આવો સીમંધરનાથ અમ ઘેર આવો રે,
રૂડા ભક્તવત્સલ ભગવંત નાથ પધારો રે. આવો. ૧
શ્રી ત્રિભુવન તારક દેવ મારે ધેર આવો રે,
મારા મનના મનોરથ આજ પૂરા પાડો રે. આવો. ૨
પ્રભુ દેખી ઉપશમ નૂર હૈડે હરખ્યો રે,
મૈં દેખ્યો જિન દીદાર વાંછિત ફળિયો રે. આવો. ૩
એ ભેટ્યો શ્રી જિનરાજ સાર એ દિનથી રે,
મૈં દેખ્યો એ સુખકાર દરિશણ જિનથી રે. આવો. ૪
હું કઈ વિધ પૂજું નાથ કઈ વિધ વંદું રે,
મારે આંગણે વિદેહી નાથ જોઈ જોઈ હરખું રે. આવો. ૫
પ્રભુ સુરતરુથી પણ અધિક મુજને મળિયો રે,
મારો જન્મ થયો કૃતાર્થ સુરમણિ ફળિયો રે. આવો. ૬
કહાન ગુરુ પ્રતાપે આજ જિનવર મળિયા રે,
મારા આતમનાં એ દુઃખ સર્વે ટળિયા રે. આવો. ૭
ગુરુરાજે કર્યો ઉપકાર રાખી નહિ ખામી રે,
આ પામર પર કરુણા અતિ વરસાવી રે. આવો. ૮
૨૮૦ ][ શ્રી જિનેન્દ્ર