પ્રભુજી તુમ પદકજની સેવા કલ્પતરુ સમીરે લો,
પ્રભુજી મુજને આપજો તેહ કહું પાયે નમીરે લો.
❐
શ્રી સીમંધરનાથ જિન – સ્તવન
(શ્રી સીમંધર શ્યામને કેજો કે વિનતિ સુણજો – રાગ)
ભરતના ચંદાજી તમે જાજો રે તમે જાજો રે
મહાવિદેહના દેશમાં,
ત્યાં સીમંધરતાતને કે’જો એટલડું કે’જો એટલડું
જઈને કે’જો કે તેડા મોકલે. ૧
જંબુ ભરતે છે દાસ તુમારો, એ ઝંખી રહ્યો છે દિનરાતો;
ત્યાં કોણ છે એને આધારો, કે તેડા મોકલે. ૨
વીર પ્રભુ થયા છે સિદ્ધ, આતમની ઘટી છે રિદ્ધ;
નહિ આચાર્ય મુનિના જુથ્થ, કે તેડા મોકલે. ૩
જેમ માત વિહૂણો બાળ, અરહો પરહો અથડાય;
પછી આકુલ વ્યાકુળ થાય, કે તેડા મોકલે. ૪
ધન્ય ધન્ય વિદેહના આતમા, જેણે હોંસે સેવ્યા પરમાતમા;
હું ભળું પ્રભુ એ ભાતમાં, કે તેડા મોકલે. ૫
પ્રભુ સંયમ લઈ રહું સાથે, નિજ સ્વરૂપ સ્થિરતાની ગાઢે;
એવો અવસર ઝટ મુને આપે, કે તેડા મોકલે. ૬
સ્તવન મંજરી ][ ૨૭૯