પ્રભુ તુજ દર્શનને પામી, સકલ વિભાવોને વામી,
થાશું નિશ્ચયે આતમરામી કે વિનતિ સુણજો. ૭
❐
શ્રી ૠષભદેવ જિન – સ્તવન
પ્રભુજી આદીસર અલવેસર જિન અવધારીયેરે લો;
પ્રભુજી સુનજર કરીને સેવક ભાવ વધારીયેરે લો,
પ્રભુજી તારક એહવો બિરૂદ તુમારો છે સહીરે લો,
પ્રભુજી તિણે મનમાંહી વસિયા ઓર ગમે નહીં રે લો. ૧
પ્રભુજી મરુદેવીના નંદન મહેર કરીજીએરે લો,
પ્રભુજી ઓળગિયા જાણીને સ્વરૂપને દીજીએરે લો,
પ્રભુજી ક્રોધાદિક દુઃખદાયી દૂર નિવારિયેરે લો,
પ્રભુજી નિરમળ મુજને કરીને પાર ઉતારિયેરે લો. ૨
પ્રભુજી મનમંદિરીયે માહરે વહેલા આવજોરે લો,
પ્રભુજી નિજ અનુચર જાણીને ધરમ બતાવજોરે લો,
પ્રભુજી ઇણ જગમાં ઉપગારી ભવિને તારણોરે લો,
પ્રભુજી ધ્યેય સરૂપે તું છે ભવભય વારણોરે લો. ૩
પ્રભુજી અહનિશિ મુજને નામ તુમારૂં સાંભરેરે લો,
પ્રભુજી તિમતિમ માહરો અંતર આતમ અતિ ઠરેરે લો,
પ્રભુજી બહુ ગુણનો તું દરિયો ભરિયો છે ઘણુંરે લો,
પ્રભુજી તેમાંથી શું દેતાં જાયે તુમ તણુંરે લો. ૪
૨૭૮ ][ શ્રી જિનેન્દ્ર