શિવ સંપદ દાતાર, ગુણગણ મણિ ભંડાર;
આજ હો જાણી રે સુખખાણી પ્રાણી સેવીએજી. ૮
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(મારા પીયરીયે જઈને કેજો કે આણા મોકલે – રાગ)
શ્રી સીમંધર શ્યામને કેજો કે વિનતિ સુણજો,
પ્રભુ સાક્ષાત્ દર્શન દેજો કે વિનતિ સુણજો;
પ્રભુ કાયા પામ્યો છું હું એવી, પાંખ વિના આવું કેમ ઊડી,
એવી લબ્ધિ નહિ કોઈ રૂડી, કે વિનતિ સુણજો. ૧
તુમ સેવામાં છે સુર કોડી, એક આવે ઇંહા પ્રભુ દોડી,
આશ ફલે માહરી અતિ રૂડી, કે વિનતિ સુણજો. ૨
દુઃષમ સમયે ઇણ ભરતે, અતિશય નાણી નહી વરતે;
કહો કહીએ કોણ સાંભળતે, કે વિનતિ સુણજો. ૩
ક્રોધ માન માયા લોભ ભારે, પ્રભુ અટક્યો હતો હું ત્યારે;
હવે અટકું નહિ લગારે, કે વિનતિ સુણજો. ૪
વીતરાગ વિરહનો તાપ, દિવ્ય દર્શન નહિ તે ઉતાપ,
નાથ ટાળો એ સઘળો સંતાપ, કે વિનતિ સુણજો. ૫
અપરાધીને હોય છે દંડ, હવે પૂરો થયો એ ફંડ;
નાથ દર્શન દીયોને ઉમંગ, કે વિનતિ સુણજો. ૬
સ્તવન મંજરી ][ ૨૭૭