સેવો હે મિત્ત સેવો સીમંધરનાથ,
સાથ જ હે મિત્ત સાથ જ એ શિવપુરી તણોજી. ૩
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(વીરસેનજગીશ – રાગ)
પ્રણમું સીમંધર જિણંદ, જગજીવન જિનચંદ;
આજ હો સ્વામી રે શિવગામી પામ્યો પુણ્યથીજી. ૧
હરખ્યા નયન ચકોર, મેહ દેખી જિમ મોર;
આજ હો માચે રે સુખ સાચે રાચે રંગશુંજી. ૨
સુર નર નારી કોડિ, પ્રણમે બે કર જોડી;
આજ હો નિરખે રે ચિત્ત હરખે પરખે પ્રેમશુંજી. ૩
ગાયે મધુરી ભાસ, ખેલે જિનગુણ રાસ;
આજ હો ગાને રે જિન ધ્યાને મેળવેજી. ૪
દેખી પ્રભુ મુખ નૂર અદ્ભુત આણંદપુર;
આજ હો વાધે રે સુખ સાધે લાધે જિમ નિધિજી. ૫
ધન ધન તસ અવતાર, સુકૃત સફળ સંસાર;
આજ હો જિણે રે સુખદાયક નાયક નિરખીઓજી. ૬
સકળ સફળ તસ દીહ ધન ધન તસ શુભ જીહ;
આજ હો જેણે રે ગુણલીણે, સ્વામી સંસ્તવ્યોજી. ૭
૨૭૬ ][ શ્રી જિનેન્દ્ર