પાતક હે મિત્ત પાતક તસ ગયાં દૂર,
ભવભય હે મિત્ત ભવભય તેણે મેટીઓજી;
પામી હે મિત્ત પામી તેણે નવનિદ્ધિ,
સિદ્ધિ જ હે મિત્ત સિદ્ધિ જ સઘળી વશ કરીજી,
દુરગતિ હે મિત્ત દુરગતિ વારી દૂર,
કેવળ હે મિત્ત કેવળ કમળા તિણે વરીજી. ૧
સેવી હે મિત્ત સેવી સાહિબ એહ,
હરીહર હે મિત્ત હરીહરને કહો કુણ નમેજી,
ચાખી હે મિત્ત ચાખી અમૃતસ્વાદ,
બાકસ હે મિત્ત બાકસ બૂકસ કુણ જમેજી;
પામી હે મિત્ત પામી સુરતરુ સાર,
બાઉલ હે મિત્ત બાઉલ વનમાં કુણ ભમેજી.
લેઈ હે મિત્ત લેઈ મૃગમદ વાસ,
પાસે હે મિત્ત પાસે લસણ ને કુણ રમેજી. ૨
જાણી હે મિત્ત જાણી અંતર એમ,
એહશું હે મિત્ત એહશું પ્રેમ જ રાખીયેજી,
લહિયે હે મિત્ત લહિયે કામિત કામ,
શિવસુખ હે મિત્ત શિવસુખ સહેજે ચાખીયેજી;
પામે હે મિત્ત પામે નવનિધિ સિદ્ધિ,
સંપદ હે મિત્ત સંપદ સઘળી તે વરેજી.
સ્તવન મંજરી ][ ૨૭૫