પ્રભુતા હે મિત્ત પ્રભુતાનો નહિ પાર;
સાયર હે મિત્ત સાયર પરે ગુણ મણિ ભર્યોજી,
મૂરતિ હે મિત્ત મૂરતિ મોહનગાર,
હરી પરિ હે મિત્ત હરી પરિ શિવકમળા વર્યોજી;
તારક હે મિત્ત તારક જહાજ જ્યૂં એહ,
આપેં હે મિત્ત આપેં ભવજલ નિસ્તર્યોજી.
સુરમણિ હે મિત્ત સુરમણિ જેમ સદૈવ,
સંપદ હે મિત્ત સંપદ સવિ અલંકર્યોજી. ૨
એ સમ હે મિત્ત એ સમ અવર ન દેવ,
સેવા હે મિત્ત સેવા એહની કીજીયેજી,
કીજીયે હે મિત્ત કીજીયે જનમ કૃતાર્થ,
માનવ હે મિત્ત માનવ ભવ ફળ લીજીયેજી;
પૂરે હે મિત્ત પૂરે વંછિત આશ,
ચૂરે હે મિત્ત ચૂરે ભવભય આપદાજી,
સુરતરુ હે મિત્ત સુરતરુ જેમ સદૈવ,
આપે હે મિત્ત આપે શિવસુખ સંપદાજી. ૩
❐
શ્રી જિનેન્દ્ર – સ્તવન
ધન ધન હે મિત્ત ધન ધન તસ અવતાર,
જેને હે મિત્ત જેને તું પ્રભુ ભેટીઓજી,
૨૭૪ ][ શ્રી જિનેન્દ્ર