નિરમળ ચિત્તના ચિત્ત ધણી,
જાણે માણે હો ગુણની ગુણ ખાણ કે. સુર૦ ૩
ચિત્ત ચોખે મન મોકળે,
ધરે તાહરૂં હો નિરમળ જે ધ્યાન કે;
તો તસ સવિ સુખ સંપદા,
લહે ખિણમાં હો ખિણમાંહે ગ્યાન કે. સુર૦ ૪
મહેર કરો માહરા નાથજી,
જાણી પ્રાણી હો એ તુમચો દાસ કે;
સદ્ગુરુના જિન સાહિબા,
તુમે પૂરો હો સેવકની આશ કે. સુર૦ ૫
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(દીઠી હો પ્રભુ દીઠી – રાગ)
સેવો હે મિત્ત સેવો સીમંધરનાથ,
સાથ જ હે મિત્ત સાથ જ એ શિવપુર તણોજી;
મહમહે હે મિત્ત મહમહે જાસ અનૂપ,
મહિમા હે મિત્ત મહિમા મહી માંહે ઘણોજી;
મોટો હે મિત્ત મોટો એ જગદીશ,
જગમાં હે મિત્ત જગમાંહે પ્રભુ જાણીયેજી;
અવર ન હે મિત્ત અવર ન કોઈ ઈશ,
એહની હે મિત્ત એહની ઉપમા આણીયેજી. ૧
સ્તવન મંજરી ][ ૨૭૩
18