હવે અંતર હો નવિ ધરવો ચિત્ત કે,
નિજ સેવક કરી લેખવો;
સેવા ચરણની હો દેજ્યો વળી મુજ કે,
વીતરાગતા મુજ આપજો. મોરા૦ ૪
ઘણું તુમને હો શું કહું ભગવાન કે,
દુઃખ દોહગ સહુ ચૂરજ્યો;
શ્રી સદ્ગુરુ હો પ્રભુ દાખવે એમ કે,
મનવંછિત તુમે પૂરજ્યો. મોરા૦ ૫
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડી – રાગ)
હાંજી સુરતરૂ સમોવડ સાહિબા,
જિન સીમંધર હો સીમંધર ભગવાન કે;
હું તુજ દરિશણ અલજ્યો,
કર કરુણા હો કરુણા બહુ માન કે. સુર૦ ૧
જિમ શશિ સાયરની પરે,
વધે વધતી હો જિમ વેલની રેલ કે,
તિમ મુજ આતમ અનુભવે,
નવિ મૂકે હો બહુલો તસ મેલ કે. સુર૦ ૨
છીલરતા૧ જલ જળ ગ્રહી,
પીવે મૂરખ હો કોઈ ચતુર સુજાણ કે;
૨૭૨ ][ શ્રી જિનેન્દ્ર
૧. ખાબોચીયું.