તારક તારિ સંસારથી, હું વિનવું હો કરૂં અરજ તું માન કે;
આંગણે અવરના જાવતાં, પામશ્યો હો શોભા ક્યું ઇસ કે.
અજિત જિનેસર૦ ૪
શું હવે શોચો સાહિબા, પ્રભુ પાખે હો તારક કુણ હોય કે;
સેવક કહે પ્રભુ રંગ સ્યું, થે સંપદ હો જ્યું આતમ પદ જોય કે.
અજિત જિનેસર૦ ૫
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડી – રાગ)
મોરા સ્વામી હો શ્રી પ્રથમ જિણંદકે,
શ્રી સીમંધર જિન સાંભળો;
મુજ મનની હો જે હું કહું વાત કે,
છોડી મનનો આમળો. મોરા૦ ૧
ગુણ ગિરૂઆહો અવસર લહી આજ કે,
તુજ ચરણે આવ્યો વહી;
સેવકને હો કરુણાની લહેર કે,
જુઓ જો મનમાં ઉમહી. મોરા૦ ૨
તો હોવે હો અંગો અંગ આલ્હાદ કે,
ન કહી જાએ તે વાતડી;
દયાસિંધુ હો સેવકને રાખો કે,
નિરંતર તુજ ચરણમાં. મોરા૦ ૩
સ્તવન મંજરી ][ ૨૭૧