Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 270 of 438
PDF/HTML Page 288 of 456

 

background image
જે અજ્ઞાની તુમ મત સરીખો, પરમતનેં કરી જાણેજી;
કહો કુણ અમૃત ને વિષ સરીખું, મંદમતિ વિણ જાણેજી. વ૦
જે તુમ આગમરસ સુધારસે, સીંચ્યો શીતલ થાયજી;
તાસ જનમ સુકૃતારથ જાણો, સુર નર તસ ગુણ ગાયજી. વ૦
સાહિબ તુમ પદપંકજ સેવા, નિત નિત એહિ જ યાચુંજી;
શ્રી વર્દ્ધમાન ચરણને સેવી, પ્રભુને ધ્યાને માચુંજી. વ૦
શ્રી અજિતનાથ જિનસ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડીરાગ)
અજિત જિનેસર ઇકમના, મેં કીધી હો તુમ સું એ તાર કે;
ત્રિવિધ કરિ તુજને ગ્રહ્યો, મેં જાણી હો સંસારમાં સાર કે.
અજિત જિનેસર૦
મોટાની મહેનતે કિયાં, સહી હોવે હો કાંઈ મોટી મોજ કે;
આતમ મુજ પવિત્ર હુવે, દેખતાં હો આવઈ દરસણ રોજ કે.
અજિત જિનેસર૦
સદગુરુના ઉપદેશથી, છે તારક હો ઇમ સુણીયો કાન કે;
તેં તારક બહુ તારીયા, કરજોડી હો કરૂં અરજ તું માન કે.
અજિત જિનેસર૦
૧. એક મનથી
૨૭૦ ][ શ્રી જિનેન્દ્ર