ખામી ન પડે તેહમાં એક લગાર જો,
તોયે રે તુમારો મનડો ન મિલે રે લો.
અખય ખજાનો તાહરો દીસે નાથ જો,
સેવકને દેતાં રે ઓછું શું હવે રે લો. ૨
સાહિબાજી રે તો હું થયો સનાથ જો,
નેક રે નજરશું જો સાહમું જુવે રે લો.
મુજને આપો વહાલા વંછિતદાન જો,
જેહવો રે તેહવો છું તો પણ તાહરો રે લો. ૩
જગબંધવ જાણીને તાહરે પાસ જો;
આવ્યો રે ઉમાહ ધરીને નેહશું રે લો;
શ્રી સદ્ગુરુરાજ પસાયે આશ જો,
સફળ ફળી છે તુજ સેવકની જેહશું રે લો. ૪
❐
શ્રી વર્દ્ધમાન જિન – સ્તવન
(શ્રી શ્રેયાંસ જિન અંતરજામી — રાગ)
વર્દ્ધમાન જિનવરને ધ્યાને, વર્દ્ધમાન સમ થાવેજી;
વર્દ્ધમાન વિદ્યા સુપસાયે, વર્દ્ધમાન સુખ પાવેજી. વ૦ ૧
તું ગતિ મતિ થિતિ છે માહરો, જીવન પ્રાણ આધારજી;
જયવંતુ જગમાં જસ શાસન, કરતું બહુ ઉપગારજી. વ૦ ૨
સ્તવન મંજરી ][ ૨૬૯