દુરલભ છે સંસારમાં રે, તુમ સરીખાનો સંગ કે; હું૦
વળી તિમે દરિસણ દેખવું રે, તે આળસુ આંગણે ગંગ કે.
હું૦ ૨
સમય છતાં નહિ સેવશે રે, તે મૂરખ શિરદાર કે; હું૦
તુજ સરીખો સાહીબ મળ્યો રે, ફળીયો મનોરથ કાજ કે.
હું૦ ૩
સફલ થયો હવે માહરો રે, મનુષ્ય તણો અવતાર કે; હું૦
કલ્પતરુ સમ તાહરો રે; પામ્યો છું દીદાર કે.
હું૦ ૪
કરમ ભરમ દૂરે ટળ્યો રે, જબ તું મિલિયો જિનરાજ કે; હું૦
શ્રી જિનરાજ કૃપા થકી રે, જ્ઞાનાનંદી સુખ થાય કે.
હું૦ ૫
❐
શ્રી સીમંધરનાથ – સ્તવન
સીમંધર જિનવરજી છો દેવ દયાળ જો,
અવધારો વીનતડી ગુણ જ્ઞાની તુમે રે લો;
કદીએ થાશો પરસન વયણ રસાળ જો,
વારે રે વારે પૂછાં છાં તે અમે રે લો.
સેવા કરવા ઊભા છાં દરબાર જો,
રાતે રે દીહે રે તાહરે આગળે રે લો; ૧
૨૬૮ ][ શ્રી જિનેન્દ્ર