દુષિન દૂષમા કાળમાંજી, પૂરવ પુણ્ય પ્રમાણ;
તું સાહિબ જો મુજ મિળ્યોજી, પ્રગટ્યો આજ પ્રભાત....
સીમંધર જિન૦ ૩
સમરણ પણ પ્રભુજી તણુંજી, જે કરે તે કૃતપુણ્ય,
દરિશણ જે એ અવસરેજી, પામે તે ધન્ય ધન્ય...
સીમંધર જિન૦ ૪
ધન્ય દિવસ ધન્ય એ ઘડીજી, ધન્ય મુજ વેલારે એહ;
જગજીવન જગ વાલહોજી, ભેટ્યો તું સસનેહ....
સીમંધર જિન૦ ૫
આજ ભલી જાગી દિશાજી, ભાગી ભાવઠ દૂર;
પામ્યો વાંછિત કામનાજી, પ્રગટ્યો સહજ સનૂર.....
સીમંધર જિન૦ ૬
અંગીકૃત નિજ દાસનીજી, આશા પૂરો રે દેવ;
જિન સેવક કહે તો સહિજી, સુગુણ સાહિબની સેવ....
સીમંધર જિન૦ ૭
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(આવેલ આશા ભર્યા – રાગ)
શ્રી સીમંધર સ્વામીજી રે; મહેર કરો મહારાજ કે,
હું સેવક છું તાહરો, અહનિશ પ્રભુજીની ચાકરી રે;
કરવી એહ જ કાજ કે હું૦ ૧
સ્તવન મંજરી ][ ૨૬૭