ખમયો હો પ્રભુ ખમયો માકો દોસ;
ચાકર હો પ્રભુ ચાકર મ્હેં છાં રાઉલાજી;
મીઠા હો પ્રભુ મીઠા લાગે બોલ,
બાલક હો પ્રભુ બાલક બોલે જે વાઉલાજી. ૩
કેતૂં હો પ્રભુ કેતૂં કહિએ તુઝ,
જાણો હો પ્રભુ જાણો સવિ તુમ્હે જગધણીજી;
ધારી હો પ્રભુ ધારી નિવહો પ્રેમ,
લજ્જા હો પ્રભુ લજ્જા બાંહ ગ્રહ્યા તણીજી. ૪
સેવક હો પ્રભુ સેવક જાચે એમ,
દેજો હો પ્રભુ દેજો દરશન સુખ ઘણોજી. ૫
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(દીઠાં લોયણ આજ – રાગ)
જ્ઞાની શિર ચૂડામણીજી, જગજીવન જિનચંદ,
મળીઓ તું પ્રભુ એ સમેજી, ફળીઓ સુરતરૂ કંદ...
સીમંધર જિન તુમ્હશું અવિહડ નેહ;
જિમ બપઈયા મેહ.....સીમંધર જિન૦ ૧
માનું મેં મરૂમંડલેજી, પામ્યો સુરતરુ સાર;
ભૂખ્યાને ભોજન ભલુંજી, તરસ્યાં અમૃત વારિ...
સીમંધર જિન૦ ૨
૨૬૬ ][ શ્રી જિનેન્દ્ર