ચાખ્યો હો પ્રભુ! ચાખ્યો અમીરસ જેણે,
બાકસ હો પ્રભુ! બાકસ તસ ભાવે નહીંજી. ૨
દરિશન હો પ્રભુ! દરિશન વાહલું મુજ,
તાહરૂં હો પ્રભુ! તાહરૂં જેહથી દુઃખ ટળેજી;
ચાકર હો પ્રભુ! ચાકર જાણો મોહિ,
હૈડું હો પ્રભુ! હૈડું તો હેજે હળેજી. ૩
તુજશ્યું હો પ્રભુ! તુજશ્યું મન એકાંત,
ચળીયો હો પ્રભુ! ચળીયો કોઈથી નવ ચળેજી;
અગનિ હો પ્રભુ! અગનિ પ્રલય પ્રસંગ,
કંચન હો પ્રભુ ! કંચન ગિરિ કહો કિમ ગળેજી. ૪
❐
શ્રી સુપાર્શ્વનાથ જિન – સ્તવન
(દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુઝ — એ દેશી)
સુનિએ હો પ્રભુ સુનિએ દેવ સુપાસ,
મનકી હો પ્રભુ મનકી વાત સવે કહુંજી;
થાં વિન હો પ્રભુ થાં વિન ન લહું સુખ,
દીઠે હો પ્રભુ દીઠે મુખ સુખ લહુંજી. ૧
છોડું હો પ્રભુ છોડું ન થાકી ગૈલ,
પામ્યા હો પ્રભુ પામ્યા વિણ સુખ શિવ તણાંજી;
ભોજન હો પ્રભુ ભોજન ભાંજે ભૂખ,
ભાંજે હો પ્રભુ ભાંજે ભૂખ ન ભામણાજી. ૨
સ્તવન મંજરી ][ ૨૬૫