રસીયા કોણ પ્રમાદે છાંડે,
શિવપુર સાથને રે લો. મારા૦ ૫
રસીયા કાચ તણે કોણ કારણ,
નાખે સુરમણિ૧ રે લો; મારા૦
રસીયા કોણ ચાખે વિષફળને,
મેવા અવગણી રે લો. મારા૦ ૬
રસીયા સુરનરપતિ સુત ઠાવો,
ચાવો૨ ચઉદિશે રે લો; મારા૦
રસીયા ત્રણ ભુવનનો નાથકે
થઈ બેઠો વિભુ રે લો. મારા૦ ૭
❐
શ્રી નેમિનાથ જિન – સ્તવન
(દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુઝ — એ રાગ)
નેમ હો પ્રભુ નેમ જિણંદા દેવ!
સુણીએ હો પ્રભુ સુણીએ માહરી વિનતીજી;
કહીએ હો પ્રભુ! કહીએ સઘળી વાત,
મનમાંહી હો પ્રભુ મનમાંહી જે બહુદિન હુતીજી. ૧
તુજ વિના હો પ્રભુ! તુજ વિના દૂજો દેવ,
માહરે હો પ્રભુ! માહરે ચિત્ત આવે નહીંજી;
૧. ચિંતામણિ ૨. જગજાહેર.
૨૬૪ ][ શ્રી જિનેન્દ્ર