તુજ સંગે સુખીયો સદા રે લાલ,
ભક્ત ભાવે તુઝ સેવ રે જિને૦ તુજ વિ૦ ૮
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
રસીયા સીમંધર જિનજી કેસર, ભીની દેહડી રે લો;
મારા નાથ જી રે લો;
રસીયા મનવાંછિત વર પૂરણ, સુરતરુ વેલડી રે લો; મારા૦ ૧
રસીયા અંજન રહિત નિરંજન,
નામ હીયેં ધરો રે લો; મારા૦
રસીયા જુગતા કરી મન ભગતે,
પ્રભુ પૂજા કરો રે લો. મારા૦ ૨
રસીયા શ્રીનંદન આનંદન,
ચંદનથી શીતે રે લો; મારા૦
રસીયા તાપ નિવારણ, તારણ,
તરણ તરી૧ પરે રે લો. મારા૦ ૩
રસીયા મનમોહન જગસોહન,
કોહ૨ નહીં કિશ્યો રે લો; મારા૦
રસીયા કૂડા૩ કળિયુગ માંહી,
અવર ન કો ઇશ્યો રે લો. મારા૦ ૪
રસીયા ગુણ સંભાળી જાઉં,
બલિહારી નાથનેં રે લો; મારા૦
૧. વહાણ. ૨. ક્રોધ ૩. જૂઠા
સ્તવન મંજરી ][ ૨૬૩