જેહથી તનમન વેધીઉંરે, કહો તે વિણ કેમ સુહાયરે; રસીયા૦
લાખીણા લખ જો હુવે રે, પણ તે કોઈ ન આવે દાયરે.
રસીયા૦ ૨
કારજ સારે આપણારે, પ્રભુ મૂકીયે કિમ તસ કેડીરે; રસીયા૦
કરુણા નયણ નિહાળતાંરે, તું તો નાખે ચૌગતિ ઉખેડી રે.
રસીયા૦ ૩
મન મોટું કરી મોહનારે, મુને કીજે સેવક પ્રમાણરે; રસીયા૦
માહરે મન એક તું વસ્યોરે, વાલ્હા તાહરે છે અનેકરે.
રસીયા૦ ૪
ચિત ઠારણ જગજીવનોરે, રૂડા સત્યવતી માતાના નંદરે; રસીયા૦
સફળ હોજ્યો અમ વિનતિરે; આછા શ્રેયાંસ નૃપ કુલચંદરે.
રસીયા૦ ૫
આશ ધરી મેં તો તાહરીરે, તું તો મન ઓછું ન કરેશરે; રસીયા૦
સબળા તુજ સોભાગથીરે, વારી હું તો સહેજે તરેશ રે.
રસીયા૦ ૬
સેવક કહીને બોલાવતારે, વાલ્હા દીધી સંપદ કોડિરે; રસીયા૦
શ્રી જિનવર સુપસાયથીરે; ઇમ દાસ કહે કર જોડી રે.
રસીયા૦ ૭
❐
શ્રી સીમંધરનાથ જિન – સ્તવન
(આવેલા આશા ભર્યા – રાગ)
સીમંધર જિન તાહરી રે, મૂરતિ મોહનરાય;
જિનવર સાંભળો.
૨૯૦ ][ શ્રી જિનેન્દ્ર