ગ્રહી આત્મતણા ગુણ તાહરા રે, પરમારથ પદ એક; જિ૦
હું નમું પ્રભુ હવે તુજ સદા રે; એ મુજ મોટી ટેક. જિ૦ ૨
પરમ પ્રભુ રૂપ જોવતાં રે, રોમ રોમ હરખ ન માય; જિ૦
અનંત ચતુષ્ટય ઝળકી રહ્યા રે, ઝળકે વીતરાગ ભાવ. જિ૦ ૩
સફળ ફળી હવે માહરી રે, જો મુજ મળીયો ઇષ્ટ; જિ૦
રંગ પતંગ ન દાખવું રે, રાખું ચોળ મજીઠ. જિ૦ ૪
ગગને વાજાં વાગિયાં રે, અમ ઘેર મંગળ તૂર; જિ૦
તુજ સેવક જિન વંદતાં રે, આતમ સુખ ભરપૂર. જિ૦ ૫
❐
શ્રી અજિતનાથ જિન – સ્તવન
(આવો આવો સીમંધરનાથ અમ ઘેર આવો રે — રાગ)
શ્રી અજિતજિનેશ્વર દેવ માહરો સ્વામીરે;
મેં પૂરવ પુણ્ય પસાય સેવા પામીરે;
મનચિંતિતનો દાતાર મુજને મળીયોરે,
હવે મિથ્યામતિનો જોર સહુયે ટળિયોરે. ૧
તો સમ બીજો કોઈ દેવ માહરે નયણેરે,
નાવે ઇક સંસારમાંહ સાચે વયણેરે;
તમે નીરાગી ભગવાન કરુણા રસિયારે;
આવીને મનડામાંહી ભગતેં વસિયારે. ૨
વિજયારાણીના નંદ મહેર કરીજોરે;
જિતશત્રુ નૃપ કુલચંદ દુરિત હરીજોરે;
સ્તવન મંજરી ][ ૨૯૧