પાંચસે ધનુષ માન, દીપત કનકવાન;
ચોરાશી પૂરવ લાખ, આયુસ્થિતિ પાઈયે. ઉઠત૦ ૬
આદિનાથ આદિ દેવ, સુર નર સારે સેવ;
દેવનકે દેવ પ્રભુ, શિવસુખ દાઈયે. ઉઠત૦ ૭
પ્રભુકે પાદારવિંદ, પૂજત ઉમંગ ધરી;
મેટો દુઃખદંદ, સુખસંપત્તિ બઢાઈયે. ઉઠત૦ ૮
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(આદિત્યે અરિહંત — એ રાગ)
સીમંધર જિણંદ અરિહંતજી, પ્રભુ અમને રે,
તુમે દ્યો દરિશન મહારાજ, શું કહું તમને રે;
આઠ પહોરમાં એક ઘડી પ્રભુ અમને રે....
લાગ્યું તમારું ધ્યાન.....શું કહું તમને રે.... ૧
મધુકરને મન માલતી પ્ર. જીમ મોરાને મન મેહ; શું૦
સીતાને મન રામજી પ્ર. તેમ વાંધ્યો તુમશું નેહ. શું૦ ૨
રોહિણીને મન ચંદજી પ્ર. વળી રેવાએ ગજરાજ; શું૦
સમય સમય પ્રભુ સાંભરે પ્ર. મનડામાં મહારાજ. શું૦ ૩
નિઃસ્નેહી થઈ નવિ છૂટીએ પ્ર. કરુણાનંદ કહાઓ શું૦
ગુણ અવગુણ જોતાં રખે પ્ર. તો તારક કેમ કહાઓ શું૦ ૪
૨૯૪ ][ શ્રી જિનેન્દ્ર