રઢ લાગી પ્રભુ સ્વરૂપની પ્ર. મને ન ગમે બીજી વાત શું૦
વાંહે વાત બને નહીં પ્ર. મળીએ મૂકી ભ્રાંત શું૦ ૫
સેવે ચિંતામણિ ફળે પ્ર. તું તો ત્રિભુવન નાથ; શું૦
સો વાતે છોડું નહિ પ્ર. હવે આવ્યા મુજ હાથ. શું૦ ૬
મુહની વાત મુકો પરી પ્ર. જીમ જાણો તિમ તાર; શું૦
સદ્ગુરુ જ્ઞાનીતણો પ્ર. ભક્તને પ્રભુશું પ્યાર. શુ૦ ૭
❐
શ્રી મુનિરાજ – સ્તવન
(ભરથરી – રાગ)
જંગલ વસાવ્યું રે જોગીએ, તજી તનડાની આશજી,
વાત ન ગમે રે આ વિશ્વની, આઠે પહોર ઉદાસજી.
જંગલ૦ ૧
સેજ પલંગ પર પોઢતાં, મંદિર ઝરૂખા માંયજી;
તેને નહિ તૃણ સાથરો, રહેતા તરુતલ છાંયજી.
જંગલ૦ ૨
સાલ દુશાલા ઓઢતાં, ઝીણા જરકશી જામજી;
તેણે રે ન રાખ્યું તૃણ વસ્ત્રનું, સહે શિર સીત-ઘામજી.
જંગલ૦ ૩
હાજી કહેતાં હજાર ઉઠતાં, ચાલતાં લશ્કર લાવજી;
તે નર ચાલ્યા રે એકલા, નહિ પેંજાર પાવજી.
જંગલ૦ ૪
સ્તવન મંજરી ][ ૨૯૫