દર્શન મહત્તા ને ચેતનની શુદ્ધતા
વિશ્વે ગજાવનાર કેવા હશે? મને૦ ૪
નિશ્ચય નિહાળનાર શાસન શોભાવનાર
સુધાના સીંચનાર કેવા હશે? મને૦ ૫
❐
પ્રભુ – સ્તવન
હું તો હાલું ચાલું ને પ્રભુ સાંભરે રે......
મારું હાલવું તે અટકી જાય કે પ્રભુ મને સાંભરે રે.
હું તો ભોજન કરું ને પ્રભુ સાંભરે રે.....
મારા ભોજનીયા અટકી જાય કે પ્રભુ મને સાંભરે રે.
હું તો નીંદર કરું ને પ્રભુ સાંભરે રે....
મારી નીંદરડી ઊડી ઊડી જાય કે પ્રભુ મને સાંભરે રે.
સર્વ શુભાશુભે પ્રભુ સાંભરે રે......
મારા શુભાશુભ છૂટી જાય કે પ્રભુ સાંભરે રે.
❐
પ્રભુ – સ્તુતિ
હે ભગવાન આપ છો, અનંત ગુણામૃત કંદ;
અંતર બાહિર લક્ષ્મીથી સુશોભિત જગ વંદ્ય. ૧
પરમાનંદ સ્વરૂપનું દાન કરતાર જગનાથ;
સ્વયંભૂ વિભૂ આપ છો, આત્મભૂ આત્મ પ્રકાશ. ૨
૩૦૪ ][ શ્રી જિનેન્દ્ર