નામ ધ્યાતાં જો પાઈએ રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે; પ્ર૦
મોહ વિકાર જિહાં તિહાં રે, કાંઈ કિમ તરીએ ગુણધામ રે. પ્ર૦ ૩
મોહ બંધ જ બાંધીઓ રે, કાંઈ બંધ જહાં નહીં સોય રે; પ્ર૦
કર્મ બંધ ન કીજીએ રે, કાંઈ કર્મબંધન ગયે જોય રે. પ્ર૦ ૪
તેહમાં શી પાડ ચડાવીએ રે, કાંઈ તુમેશ્રી મહારાજ રે; પ્ર૦
વિણ કરણી જો તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે. પ્ર૦ ૫
પ્રેમ મગન નીભાવતા રે, કાંઈ ભાવ તિહાં ભવનાશ રે; પ્ર૦
ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉપદિશે આતમ સાર રે. પ્ર૦ ૬
પૂરણ ઘટાભ્યંતર ભર્યો રે, કાંઈ અનુભવ અનુહાર રે; પ્ર૦
આતમ ધ્યાને ઓળખી રે, કાંઈ તરશું ભવનો પાર રે. પ્ર૦ ૭
વર્ધમાન મુજ વિનતિ રે, કાંઈ માનજો નિશદિશ રે; પ્ર૦
સેવક કહે મનમંદિરે રે, કાંઈ વસિયો તુ વિશ્વાવીશ રે. પ્ર૦ ૮
❐
શ્રી કુંદકુંદપ્રભુનું સ્તવન
મને કો’ને કુંદકુંદ પ્રભુ કેવા હશે?
ક્યાં રહેતા હશે? શું કરતા હશે? મને૦ ૧
સીમંધર દેવના દર્શન કરીને
સંદેશો લાવનાર કેવા હશે? મને૦ ૨
સાર-સમય કેરી બંસરી બજાવી
હૈયા ડોલાવનાર કેવા હશે? મને૦ ૩
સ્તવન મંજરી ][ ૩૦૩