સભામંડપે બાર પરષદા બેસે,
મુનિ નરનારી આદિ દેવતા, જિ૦ એક વાર૦
ચઉમુખ રતનસિંહાસન બેસી,
અમૃતવાણી સુણાવજો....જિ૦ એક વાર૦ ૮
વાણી સુણી સ્વરૂપે તન્મય થઈને,
રહેશું પ્રભુજી સાથ જિ૦ એક વાર૦
અલ્પશક્તિ પ્રભુ અમ સેવકની,
ઇંદ્રોને સાથે લાવજો.......જિ૦ એક વાર ૯
સમવસરણની શોભા વધારે,
અજબ રચના રચાવે. જિ૦ એક વાર૦
સેવકની પ્રભુ વિનંતી સ્વીકારી,
આવજો જરૂર કૃપાનાથજી...જિ૦ એક વાર૦ ૧૦
❐
શ્રી મહાવીર જિન – સ્તવન
(પછેડાની દેશી)
દુર્લભ ભવ લહી દોહિલો રે; કહો તરીએ કવણ ઉપાય રે;
પ્રભુજીને વિનવું રે.
સમકિત સાચા સાચવું રે, કહો કરણી કેમ કરી થાય રે પ્ર૦ ૧
અશુભ મોહજો મેટીએ રે, કાંઈ શુભ પ્રભુને જાય રે; પ્ર૦
નીરાગે પ્રભુ ધ્યાઈએ રે, કાંઈ તોપણ રાગ કહાય રે. પ્ર૦ ૨
૩૦૨ ][ શ્રી જિનેન્દ્ર