સાધક જીવોને સાથે જ લાવજો,
લાવજો ચારે તીર્થ.....જિણંદજી૦ એક વાર૦
અમૃત સુગંધી જળ વરસાવશું,
ફૂલના પગર ભરાવશું......જિ૦ એક વાર૦ ૩
કનક રતનની પીઠ કરીને,
અષ્ટભૂમિની શોભા રચાવશું. જિ૦ એક વાર૦
કનકનો ગઢને દીપતા કાંગરા,
વચે વચે રતન જડાવશું......જિ૦ એક વાર૦ ૪
ચાર દુવારે વીશ હજારાં,
શિવ સોપાન ચડાવશું, જિણંદજી૦ એક વાર૦
દેવ ચારે કર આયુધ ધારી,
દ્વારે ખડા કરે ચાકરી.....જિ૦ એક વાર૦ ૫
માનસ્થંભ રૂડા ચાર તે ઊંચા,
તોરણ બહુલા વાવડીયું.....જિ૦ એક વાર૦
મંગલ આઠ ને ધૂપ ધ્વજાઓ,
લતા વેલી ને મંદિરો.....જિ૦ એક વાર૦ ૬
પંચવરણ જલથલ કેરાં,
ફૂલ દેવેંદ્રો વરસાવતા, જિ૦ એક વાર૦
જાતી વૈરને છંડી પશુ પંખી,
તુજ ચરણ પદ સેવતાં.....જિ૦ એક વાર૦ ૭
સ્તવન મંજરી ][ ૩૦૧