એક પુદ્ગલને જોઈતું નિભાવવા જો,
આહાર દઈશું પણ નહિ રસવાન; ક્યારે૦
વેશ સ્વભાવથી જે શરીરનો જો,
નવીન કરીશું નહિ લવલેશ......ક્યારે૦ ૬
એક વાર કરી ભોજન કરપાત્રમાં જો,
લહે તુમ સેવક શિવવાસ;......ક્યારે૦
દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા જો,
જેથી પામશું પૂર્ણસ્વરૂપ.... ...ક્યારે૦ ૭
❐
શ્રી સીમંધરનાથને નમ્ર વિનંતિ
(રાગ – વંદના વંદના વંદનારે)
આવજો આવજો આવજો જિણંદજી
એક વાર સુવર્ણપુરે આવજો,
સેવકને પાય નમાવજો, જિણંદજી!
એક વાર સાક્ષાત્ આવજો.
શ્રી સીમંધર નાથ....જિણંદજી! એક વાર૦ ૧
સમવસરણ શોભા જે રૂડી,
ગણધરોને સાથે લાવજો. જિ૦ એક વાર૦
સંતોની ટોળીને સાથે જ લાવજો,
લાવજો કુંદકુંદદેવ......જિ૦ એક વાર૦ ૨
૩૦૦ ][ શ્રી જિનેન્દ્ર