સંયમ ભાવના
ક્યારે રે’શું! અખંડ આનંદમાં જો,
બની સ્યાદ્વાદી ધરી સમભાવ; ક્યારે૦
નિજ વસ્તુને ખરેખર ઓળખી જો,
કષાયનો કરીશું અભાવ......ક્યારે૦ ૧
અરે! કોઈ નિંદે કે કોઈ જપે જાપને જો,
તેમાં કરશું નહીં રાગદ્વેષ; ક્યારે૦
પરમોત્કૃષ્ટ ચૈતન્યને નિહાળવા જો,
વળી ટાળવા કર્મનો ક્લેશ......ક્યારે૦ ૨
કેવળ આત્મકલ્યાણને કારણે જો,
વસવા જઈશું વનચરને વાસ; ક્યારે૦
વસી વનરાજાના વાસમાં જો,
એક ચિત્તેથી ધરશું ધ્યાન......ક્યારે૦ ૩
યોગ માર્ગના અંતીમ અંગને જો,
સાધી લઈશું જે છે શ્રીકાર; ક્યારે૦
છોને રમતાં જે સાથે શીયાળીઆ જો,
સિંહ વાઘાદી પશુઓ અપાર......ક્યારે૦ ૪
પેખી રમતા પરમાણુ પરભાવને જો,
લાવશું ના આશ્ચર્ય લગાર; ક્યારે૦
જ્ઞાન-ધ્યાન વૃદ્ધિનું નિદાન છે જો,
અધિષ્ઠાતાનું જે અધિષ્ઠાન......ક્યારે૦ ૫
સ્તવન મંજરી ][ ૨૯૯