જેની વાણી ઝીલી કુન્દપ્રભુ શાસ્ત્રો રચ્યાં રે,
જેની વાણીનો વળી સદ્ગુરુ પર ઉપકાર,
એવા ત્રણ ભુવનના નાથ અહો ! અમ આંગણે રે. સુંદર૦ ૩
પૂર્વજ્ઞ છે ગણધરો પ્રભુપાદપદ્મે;
સર્વજ્ઞ કેવળી ઘણા પ્રભુના નિમિત્તે;
આત્મજ્ઞ સંતગુણના હૃદયેશ સ્વામી,
સીમંધરા! નમું તને શિર નામી નામી.
જેના દ્વારા જિનજી આવ્યા, ભવ્યે ઓળખ્યા રે,
તે શ્રી કાનગુરુનો પણ અનુપમ ઉપકાર,
નિત્યે દેવ-ગુરુનાં ચરણકમલ હૃદયે વસો રે. સુંદર૦ ૪
❐
શ્રી મુનિસુવ્રત જિન – સ્તવન
(વીરમાતા પ્રીતિકારિણી — એ દેશી)
આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા,
ભાગી તે ભાવટ ભવ તણી, દિવસ દુરિતના નાઠા. આ૦ ૧
આંગણે કલ્પવેલી ફળી, ઘન અમીયના વુઠા;
આપ માગ્યા પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. આ૦ ૨
ઉદ્યમ હિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યોદય સાથે;
સેવક કહે સાહિબે મુક્તિનું, કરિયું તિલક નિજ હાથે. આ૦ ૩
૨૯૮ ][ શ્રી જિનેન્દ્ર