મીઠાશ જેની જાણી, ગર્વો બધા ગળે છે;
જસ પાન કાને કરતાં, ભવ-વ્યાધિઓ ટળે છે. જિણંદ૦ ૨
પશુઓ જે ચાવે તરણાં, સાકર શરણ ધરે છે;
શરમાઈ મીઠી દ્રાક્ષો, વનવાસને કરે છે. જિણંદ૦ ૩
પીલુમાં પિલાઈ ઇક્ષુ, અભિમાનને તજે છે;
અભિનંદનીય તે છે, અભિવંદનીય જે છે. જિણંદ૦ ૪
કૃપાળુ ગુરુ-ચરણે, શરણે રહી ભણે છે;
જિનવાણી નાવ સંગે, ભવતીર દાસ લે છે. જિણંદ૦ ૫
❐
શ્રી પદ્મપ્રભ જિન – સ્તવન
(બાબા, મનકી આંખે ખોલ – એ રાગ)
પ્યારા જ્ઞાન ખજાના ખોલ, જ્ઞાન ખજાના ખોલ. પ્યારા૦ (ટેક)
અખૂટ ખજાના તેરા ખાસા, અનંત ગુણોંકા હૈ વાસા;
જગમેં દાતા, જગમેં ત્રાતા, તીન રતન સેવકકો દે કે,
કરના ૠદ્ધિ કલ્લોલ. પ્યારા. ૧
અનંત કેવલ દર્શનધારી, ગુણ-રયણ-રયણાકાર ભારી;
તુજ મહિમા હે અપરંપારી, કરુણાસાગર કરુણા લાકર,
હરદે દુઃખ-દંદોલ. પ્યારા૦ ૨
૩૧૪ ][ શ્રી જિનેન્દ્ર