શ્રી સીમંધર જિન – સ્તવન
(નાગરવેલિઓ રોપાવ, તારા રાજ મહેલોમાં – એ રાગ)
સીમંધરદેવને વસાવ, તારા ચિત્ત – મંદિરમાં,
દેવાધિદેવને વસાવ, તારા ચિત્ત – મંદિરમાં;
વિદેહીનાથને વસાવ, તારા ચિત્ત – મંદિરમાં.
ભક્તિસુધારસ ઝીલી, આતમધ્યાનથી ખીલી;
શ્રદ્ધાજ્યોતિઓ જગાવ, તારા ચિત્ત-મંદિરમાં. સી૦ ૧
પુંડરગિરિ નગરી જાયા, જેની કંચન વરણી કાયા;
સત્યવતીનંદને વસાવ, તારા ચિત્ત-મંદિરમાં. સી૦ ૨
દિલવર દિલ વસાઈ, હટાઈ કષાય કસાઈ;
સંયમ-તોરણ બંધાવ તારા ચિત્ત-મંદિરમાં. સી૦ ૩
અનંત ગુણાકર સેવા, કર શિવ-મેવા લેવા;
મંગળ ઘંટડી બજાવ, તારા ચિત્ત મંદિરમાં. સી૦ ૪
સીમંધર જિનવર રાયા, પ્રણમે સદ્ગુરુ તુજ પાયા;
ભક્ત-જીવન ઉદ્ધાર, તારા ચિત્ત-મંદિરમાં. સી૦ ૫
❐
શ્રી જિનવાણી – સ્તવન
(જેવી કરે છે કરણી, તેવી તરત ફળે છે – એ રાગ)
જિણંદ ચંદ વાણી, અનુપમ અમી સમી છે;
ગુણરત્ન કેરી ખાણી, બુધ-માનસે રમી છે. જિણંદ૦ ૧
સ્તવન મંજરી ][ ૩૧૩