ભક્તિકે પિયૂષ ઘોલ, લગાકે રંગ ચોલ,
મિથ્યા પડલ ખોલ ખોલ (૨)
મેં તો સૂરતિ નિહારૂં વીતરાગકી રે......મેં તો૦ ૨
ક્ષમાકે કટાર ધાર, કર્મોંકે કટક સંહાર,
શિવ લહું સાર સાર (૨)
મેં તો વાણી સુણી ગુરુદેવકી રે.....મેં તો૦ ૩
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(પૂછે મને તો હું કહું દિલદાર હો તો આવી હો – એ રાગ)
મૂર્તિ તારી નિર્વિકારી, હિતકાર હો તો આવી હો.....
દેખી નૈનાનંદકારી, મનહર હો તો આવી હો.....મૂર્તિ૦
મદ મોહ માયા વારતી, વીતરાગતા અપનાવતી;
શમ-સુધા પીવડાવતી, અભીધાર હો તો આવી હો....મૂર્તિ૦
શિવપંથને ઉજિયાલતી, આનંદ ચંદની ખીલતી,
કલ્યાણ રસને ઝીલતી, રસદાર હો તો આવી હો....મૂર્તિ૦
તીર્થંકર પદવી વિશ્વમહીં સીમંધર જિનની છે સહી;
ઉપમા બધી જીતી રહી, જયકાર હો તો આવી હો.....મૂર્તિ૦
જ્ઞાની ગુરુદેવે એ સ્તવી, શિવશર્મની એ અનુભવી;
સેવે સદૈવ સવી ભવી, શિવકાર હો તો આવી હો......મૂર્તિ૦
❐
૩૧૨ ][ શ્રી જિનેન્દ્ર