જેણે સૂતા જીવો જગાડ્યા, તુજ સુશાસ્ત્રોને ઊકેલ્યા;
પ્રકાશી શ્રુતની છોળમછોળ........અમારે૦ ૯
અમ ભક્તતણાં ભાગ્ય ખીલ્યાં, કલ્પવૃક્ષ આંગણે ફળિયાં;
પંચમે વરસ્યા અમૃત મેહ........અમારે૦
નિશદિન કરીએ તારી સેવ......અમારે૦ ૧૦
❐
શ્રી જિન – સ્તવન
પ્રભુજી તમારી સાથે, સદ્ધયાન આજ જામ્યું,
જિનજી તમારી સાથે સદ્ધયાન આજ જામ્યું,
ઊગ્યો રવિ અનેરો; સદ્ભાગ્યનો હું જાણું......પ્રભુજી૦ ૧
દ્રષ્ટિ કહે નીરાગી તું દેવ નિરાળો,
આ દીન – દુઃખિયાને દીનાનાથ નિહાળો,
તન મન તું હિ છે જીવન, આધાર એક માનું......પ્રભુજી૦ ૨
દિલવર! દયાળુ દેવા! કર્મોથી ઉગારો,
ભક્ત કહો ઓ જિનજી! સેવકને સુધારો;
શરણું તમારું સાચું, ભવસિંધુ ઝાજ માનું......પ્રભુજી૦ ૩
❐
શ્રી જિન – સ્તવન
(મેં તો આરતી ઉતારું – રાગ)
મેં તો મૂરતિ જુહારું જિનરાજકી રે,
જિનરાજકી રે જગતાજકી રે......મેં તો૦ ૧
સ્તવન મંજરી ][ ૩૧૧