શ્રી કુંદકુંદાચાર્ય – સ્તવન
સ્વામી શાસનના શિરતાજ અમારે આંગણે આવો;
ગરવા ગુણીજન ગરીબનિવાજ, અમારે આંગણે આવો.
તારા શા કરીએ સન્માન, અમારે આંગણે આવો,
મીઠી જ્ઞાનની ફોરમફોરે, જનમાં વનમાં ચારે કોરે;
ધરીને દિલમાં દીનની દાઝ.....અમારે૦ ૧
જૂઠા ઇંદ્રિય મોહ વછૂટે, ભવનાં માયા બંધન તૂટે;
આતમરસ પિવડાવા કાજ......અમારે૦ ૨
પ્રભુ તુમ શુદ્ધામૃત-દાતારા, નિજ સ્વરૂપમાંહી રમનારા;
વનવાસે કીધાં આતમ-ધ્યાન......અમારે૦ ૩
સાક્ષાત્ શ્રી જિનવરને ભેટ્યા, ત્યાંથી સત્ય સંદેશા લાવ્યા;
ભરતે વર્ત્યો જયજયકાર........અમારે૦ ૪
નગ્ન દિગંબર મુદ્રાધારી, છઠ્ઠે સાતમે ઝૂલે વિરાગી;
લીધા આત્માનંદ અપાર.......અમારે૦ ૫
પ્રભુ તુમે રત્નત્રયને સાધ્યા, મુક્તિના સાચા પંથ બતાવ્યા;
પ્રકાશ્યા શ્રુતસમુદ્ર અગાધ......અમારે૦ ૬
દેવ દેવેંદ્રો ગગને આવે, મંગલ મહોત્સવ ઊજવે આજે;
કુંદપ્રભુ સ્વર્ગમાંથી આજ........અમારે૦ ૭
તુજ સુપુત્ર કા’ન જાગ્યા, જેણે આખા હિંદ હલાવ્યા;
પ્રગટી આતમશક્તિ અતુલ..........અમારે૦ ૮
૩૧૦ ][ શ્રી જિનેન્દ્ર