પરમાગમમાં અચિંત્ય રચના;
સ્યાદ્વાદ કેરી સોહાય. – રસિયા૦ ૪
ષટ્ દ્રવ્યોની સ્વતંત્રતાને,
દર્શાવે કુંદકુંદદેવ. – રસિયા૦ ૫
અદ્ભુત ગંભીરતા ભરી જિનસૂત્રે,
માતા તારી મહિમા અગાધ. – રસિયા૦ ૬
શ્રી ગુરુ કહાનના પરમ પ્રતાપે,
ભેટ્યા પરમાગમ મહાન. – રસિયા૦ ૭
ભરતના અહો ભાગ્ય ખીલ્યાં છે,
પાક્યા ગુરુ રત્ન કહાન. – રસિયા૦ ૮
પરમાગમની અચિંત્ય રચના,
કા’ન વાણીમાં સોહાય. – રસિયા૦ ૯
સદ્ગુરુદેવની વાણી અણમૂલ છે,
અણમૂલ ભર્યા ભંડાર. – રસિયા૦ ૧૦
નિરપેક્ષ તત્ત્વ સમજાવે ગુરુજી,
સમજાવે નિશ્ચય-વ્યવહાર. – રસિયા૦ ૧૧
શ્રુતસાગરની અનુપમ લહેરીઓ,
ઊછળે સુવર્ણ મોઝાર. – રસિયા૦ ૧૨
❐
સ્તવન મંજરી ][ ૩૦૯