ચૌદ પૂર્વના સાર ભર્યા સમયપ્રાભૃત મોઝાર (૨)
મોતી તણા અક્ષત બનાવી કરું શ્રુતપૂજન (૨)
જંબૂના ભરતક્ષેત્રનાં સુવર્ણપુરી અજોડ (૨)
અનુપમ દેવ-ગુરુ-શાસ્ત્રની મળે જગમાં ન જોડ (૨)
વીતરાગ શાસન સૂર ગાજતા ગુરુ કહાન પ્રતાપ (૨)
ભક્તદેવોના વૃંદ ઊતરે મારા જિનાલય દ્વાર (૨)
કંદ શાસ્ત્રની વહી લ્હેરીઓ રૂડા કહાન હૃદય (૨)
અપૂર્વ જ્ઞાનામૃત તણા ગુરુ કરાવે પાન (૨)
શ્રી દેવ-ગુરુ-શાસ્ત્રનું કરું નિત પૂજન (૨)
શ્રી દેવ-ગુરુ ચરણની હો સેવ અહર્નીશ (૨)
❐
શ્રી જિનવાણી – સ્તવન
(ભેટે ઝૂલે છે તલવાર)
જિનવાણી અમૃત રસાળ, રસિયા આવોને સુણવા,
જિનવાણીની શ્રુતસાગરની છોળો,
ઊછળે સુવર્ણ મોઝાર-રસિયા૦ ૧
તીર્થંકરની વાણીના વાયરા,
વાયા છે પંચમ કાળ. – રસિયા૦ ૨
નિશ્ચય વ્યવહારની અપૂર્વ ઘટના,
વીતરાગ વાણીએ સોહાય. – રસિયા૦
સમય પ્રાભૃતે સોહાય – રસિયા૦ ૩
૩૦૮ ][ શ્રી જિનેન્દ્ર