શ્રી શ્રેયાંસનાથજિન – સ્તવન
(ઝટ જાઓ, ચંદનહાર લાવો – એ રાગ)
નિત આપો, શ્રેયાંસનાથ આપો, શ્રેય – અંશ આપોને;
રંગ લાગ્યો શ્રેયસ્કર તારો, સેવક કષ્ટ કા.....પોને. (અંચલી)
(સાખી)
સુર અસુર નર નાયકો, સેવક તારે અનેક;
શ્રેય-પદવી-દાયક વિભો!. અમારે આધાર તું એક રે-
સેવક કષ્ટ કા.....પોને. નિત૦ ૧
(સાખી)
શ્રેય-વિધાયક શાશ્વતો, તુમ ગુણ – રત્ન – ભંડાર;
ગુણ એક આપી પ્રેમથી, રંક જીવન ઉદ્ધાર રે –
સેવક કષ્ટ કા.....પોને. નિત૦ ૨
(સાખી)
(પ્રભુ) ભક્તિ અધિકી મુક્તિથી, એ અમ રંગ અભંગ;
ચમક ખેંચે જિમ લોહને, તિમ ભક્તિ મુક્તિનો પ્રસંગ રે –
સેવક કષ્ટ કા.......પોને. નિત૦ ૩
(સાખી)
તરણતારણ જગતાજ તું, ભવજલધિમાં જહાજ,
કાજ અમારાં સારીને, શિવપુરીનું દેજો રાજ રે –
સેવક કષ્ટ કા....પોને. નિત૦ ૪
સ્તવન મંજરી ][ ૩૧૭