(સાખી)
પ્રણમી અનંત જિનેશ્વરા, વળી શ્રી સદ્ગુરુ – પાય;
દાસ શિશુ એમ વિનવે, શ્રી શ્રેયાંસનાથ જિણંદ રે-
સેવક કષ્ટ કા.....પોને. નિત૦ ૫
❐
શ્રી વર્દ્ધમાનજિન – સ્તવન
(મથુરામાં ખેલ ખેલી આવ્યા, હો કા......ન! – એ રાગ)
ત્રિશલા દેવીના જાયા, હો દેવ! વર્દ્ધમાન પાયા
સુરેન્દ્ર – પૂજ્ય જે પૂજ્ય જગતના, શિરતાજ આજ પાયા.
હો દેવ! વર્દ્ધમાન પાયા૦ ૧
કામિત – પૂરણ પૂરણ – પુણ્યે, કામકુંભ કામધેનું પાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦ ૨
ભાવઠ ભવની આજ મારી ભાંગી, ચિંતામણિ ચિત્ત ઠાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦ ૩
મનોમંદિરમાં સુરતરુ ફળિયો, આંગણે અમી વરસાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦ ૪
માનવભવ મેં પાવન કીનો, ભક્તિ-દીપક પ્રકટાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦ ૫
૧વાસરમણિ સમ વર્દ્ધમાન પૂજી, મનપંકજ વિકસાયા,
હો દેવ! વર્દ્ધમાન પાયા૦ ૬
૧. સૂર્ય.
૩૧૮ ][ શ્રી જિનેન્દ્ર