અકળ ૧કળાધર જિનજી જોજો, અમી નજરથી અમર કરજો;
ચિત્તચકોર જ્યાં હળી ગયું – વિમળ૦ ૫
તીર્થેશ્વરના વિમળ શરણે, વિમળજિનના વિમળ ચરણે;
તુજ સેવક શિર લળી ગયું. – વિમળ૦ ૬
❐
શ્રી નેમિજિન – સ્તવન
(રખીયા બંધાવો ભૈયા, શ્રાવણ આયા રે – એ રાગ)
ભવિયા ભવાબ્ધિ નૈયા, તારક...પા....યા રે,
તારક પા.....યા રે, તારક પા.....યા.......રે. ભવિયા૦ (ટેક)
શિવાદેવીના જાયા, નેમિ જિણંદ રાયા;
સમુદ્ર – કુલ સુહૈયા......તારક પા.......યા.....રે. ભવિયા૦ ૧
પશુઓને ઉગારી, તજી રાજુલ નારી;
ગિરનારે જઈ રહીયા...તારક પા.....યા....રે. ભવિયા૦ ૨
જિહાં સંજમ લીયા, કેવલ મોક્ષ પાયા;
ત્રૈણ કલ્યાણક ગૈયા....તારક પા.....યા.....રે. ભવિયા૦ ૩
શંખ લંછન ધારી, બાળથી બ્રહ્મચારી;
પૂજી સુધારો જૈયા.....તારક પા......યા......રે. ભવિયા૦ ૪
શ્રી તીર્થંકરપદ ધામી, પુણ્ય ઉદયે પામી;
સેવક ૨સુકાની ૩સૈયા..તારક પા.....યા....રે. ભવિયા૦ ૫
૧ ચંદ્ર તથા કળી ન શકાય તેવી કળાઓને ધારણ કરનાર.
૨ નાવિક ૩. સ્વામી
૩૨૦ ][ શ્રી જિનેન્દ્ર