Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 323 of 438
PDF/HTML Page 341 of 456

 

background image
પાર ન પાવૈ સુરગુરુ સ્વામી, જિનગુનરત્નાકર નામી;
દીનદયાલ આતમરામી, રંગ રસ ઢોલ ઢોલ ઢોલ. મૈં૦
આપ હુએ નિજ વિશરામી, હમ રહે સંસાર કે ભ્રામી;
મ્હેર કર કે દે દો સ્વામી, શિવવન મોલ મોલ મોલ. મૈં૦
શ્રી ગુરુવર સેવા કામી, તુજ દાસકા સ્વામી નામી;
મૈં પાવું સદા નિષ્કામી, જિન રંગ રોલ રોલ રોલ. મૈં૦
શ્રી કુંથુનાથ જિનસ્તવન
(રાગવાસુપૂજ્ય વિકાસી, ચંપાના વાસી૦)
કુંથુનાથજી પ્યારા, પ્રાણ આધારા, તારો ભવોદધિ પાર;
સૂર્યસુત સહારા, સુરમનોહારા સ્વામી અમારા,
પાપ અમાપ સંહાર.
હસ્તિનાપુરના નામી સ્વામી, શ્રીનંદન....શ્રી......કા......ર;
મહીમાંહી મહિમા મહા તારો, તારો તારણહા........ર.......રે
સંસાર-સાગર ખારા, દુઃખભંડારા, નિજગુણહારા,
પામર પાર ઉતાર. કુંથુનાથજી૦
ષટ ખંડ સાધી થયા છઠ્ઠા ચક્રી, નવનિધિ ૠદ્ધિ અપા.....ર;
અભ્યંતર
ષટ-કર્મારિ મારી, ખટપટ છોડી અસા.....ર......રે
સત્તરમા જિન ધારા, સંયમ સારા આતમ ઉજાળ્યા,
જાણી અથિર સંસાર. કુંથુનાથજી૦
૧. શ્રીમતીના સુપુત્ર.
સ્તવન મંજરી ][ ૩૨૩