Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 324 of 438
PDF/HTML Page 342 of 456

 

background image
કેવલ-કમલા-વિમલા પામી, થાપી તીરથ હિતકા.......ર;
ધર્મચક્રવર્તિ થઈ નામી, તાર્યાં કેઈ નરના.....ર....રે
છાગલંછનધારા, અજપદકારા, કર્મરજહારા,
કાજ અમારાં સાર. કુંથુનાથજી૦
કાલ અનાદિની પ્રીતિ વિસારી, કીધો તેં શિવવધૂ પ્યા.......ર;
સેવક ભવઅટવીમાંહી રઝળ્યો, પામ્યો દુઃખ અપા....ર.....રે
પ્રભુ દુઃખ હરનારા, સુખ કરનારા, સેવક તમારા,
માગે રત્નત્રયી સાર. કુંથુનાથજી૦
ભક્તવત્સલ ભગવંત કહાવો, આવો અમા.......રી વા......ર;
શ્રી જિનવર-પદ
પંકજ-ભૃંગની, અરજી દિલમાં ધા....ર...રે
સેવક-સંકટ-ટારા મંગલકારા પાયક પ્યારા,
ભક્ત જીવન ઉદ્ધાર. કુંથુનાથજી.
શ્રી નેમિ જિનસ્તવન
(રાગપારેવડા જાજો વીરાના દેશમાં)
ઓ! પંખિડા! જાજે પ્રભુના દેશમાં (૨)
બોલજે હેજે સંદેશમાં.......ઓ! પંખિડા૦
શ્યામજી સિધાવ્યા શિવનારીને કારણે;
ગિરનાર જેવા પ્રદેશમાં.....ઓ! પંખિડા૦
કહેજે કે રાજુલાએ, કીધી છે બાધા;
જીવવું છે સાધુ વેશમાં.....ઓ! પંખિડા૦
૧ ચરણરૂપી કમળના ભમરાની
૩૨૪ ][ શ્રી જિનેન્દ્ર